Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે. કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ - શિક્ષકો આપણા આદર્શ સમાજના વાસ્તવિક શિલ્પકાર છે• -:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહભાઈ વસાવા -શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ -કલમ, પુસ્તક અને શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે -શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરે છે *માહિતી બ્યુરો,તાપી તા.૦૫* શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને અને વિવિધ પ