Editors Choice

3/recent/post-list

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

                   

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા  બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો*

-

નવસારી, તા.22:  PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી.


આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામા આવી હતી.  જેમા ખાસ કરીને આગામી તહેવારના દિવસોમાં વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર વિવિધ વિષયો બાબતના પ્રચાર પ્રસાર કરવા, શાળા કોલેજોમાં સ્પર્ધાઓના આયોજન સહિત 'બેટી બચાઓ બેટી પઢાઓ' અંગે જનજાગૃતિ કેળવાઇ તે અંગે નાગરિકોને વધારેમાં વધારે જાગૃત કરવા અયોજન કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત સભ્યોને અધ્યક્ષશ્રીએ સમયાન્તરે જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની મુલાકાત લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમા યોજાયેલ PC & PNDT ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠકમા સમીટીના સભ્યો તથા વિવિધ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Post a Comment

0 Comments