Posts

નવસારી જિલ્લાનું ગૌરવ : જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા

Image
                                                 નવસારી જિલ્લાનું ગૌરવ - નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા #teamnavsari   #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj   pic.twitter.com/LlwkbIgpVM — Info Navsari GoG (@InfoNavsariGoG)  September 5, 2024  નવસારી જિલ્લાનું ગૌરવ :  જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા  નવસારી,તા.૦૫: એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના ૨૮ શિક્ષક

ચીખલી બીઆરસી ભવન ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાયું.

Image
 ચીખલી બીઆરસી ભવન ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાયું. આજ રોજ તા. 31-08-2024 ના રોજ બી.આર.સી. ભવન ચીખલી ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાનો એલીમ્કો ઉજ્જૈનના સહયોગથી અને સમગ્ર શિક્ષા નવસારી દ્વ્રારા દિવ્યાંગ બાળકોનું અસેસમેન્ટ અને દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું. કેમ્પ માં એલીમ્કો ઉજ્જૈન ના અધિકારીશ્રીઓ તેમજ આઈ.ઈ.ડી. કો. ઓર્ડિનેટર નવસારી, બી.આર.સી. કો. ઓર્ડિનેટર ચીખલી, બી.આર.સી. કો. ઓર્ડિનેટર ખેરગામ, સ્પે. એજ્યુકેટર, સ્પે. ટીચર કેમ્પ માં લાભ લેનાર દિવ્યાંગ બાળકો તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. સદર કેમ્પમાં 14 બાળકોને સાધન સહાય આપવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૧૨ નાં બાળકોને લાભ આપવા માં આવ્યો.

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

Image
 વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ; ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ  પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ; *ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી  પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ; *આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ; *આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ; (ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી, વિદ્ય

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

Image
 Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

Image
                    નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા  બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો* - નવસારી, તા.22:  PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામા આવી હતી.  જેમ

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ