Posts

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

Image
 Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાન

Valsad,Navsari,Dang News paper updates 16-07-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
Valsad,Navsari,Dang News paper updates 16-07-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.

Image
  માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.  ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખેરગામ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજીત  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિધાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ સાથે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં સાફ સફાઈ અભિયાન કરી સેવાકીય અભિગમ સાથે જન્મદિવસની ઉજવણી કરી.

ખેરગામ વિશેષ : રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી.

Image
  ખેરગામ વિશેષ : રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ  વિતરણનો સેવાકીય કાર્યક્રમ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી. ગુજરાત રાજ્યના લોકલાડીલા લોક પ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ  વિતરણ નો સેવાકીય કાર્યક્રમ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી તર્પણબેન, ભાજપ મહામંત્રીશ્રી શૈલેષભાઈ ટેલર, ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ,  માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી પ્રશાંતભાઈ, યુવા મોરચા પ્રમુખશ્રી ચેતનભાઈ, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી દિનેશભાઈ, કિશાન મોરચા પ્રમુખશ્રી નારણભાઈ, ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ, યુવા બોર્ડ સંયોજક આતિશભાઇ, નિહાલભાઈ, યુવા મોરચા ટીમ ભાવિનભાઈ, રિંકુભાઈ, મુકુંદભાઈ, ધ્રુવભાઈ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્ર

ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ :

Image
ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની SheTeam ના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ 'પ્રોજેક્ટ દેવી' ને રાષ્ટ્રીય કક્ષાના "SKOCH" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.  ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓ તથા હોમ ગાર્ડ-ગ્રામ રક્ષક દળના જવાનો, તેમજ સહયોગી નાગરિકો અને સવિશેષ સર્વે મીડિયાકર્મીઓનો જિલ્લા પોલીસે અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત પોલીસનું ગૌરવ - પ્રતિષ્ઠિત "

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Image
 Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ઉપર નોંધાયેલ