આપણો તિરંગો આપણું ગૌરવ - નવસારી જિલ્લો
જલાલપોર તાલુકાનું દાંડી ગામ રંગાયુ દેશભક્તિના રંગમાં
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જલાલપોર તાલુકાના દાંડી ગામમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા *
દાંડીના ગ્રામજનો , તાલુકાકર્મી તથા બાળકો ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું
( નવસારી : શનિવાર ) દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ગ્રામજનો , તાલુકા પંચાયતના કર્મચારી તથા પોલીસકર્મી સાથે શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.
જલાલપોર તાલુકાની હર ઘર તિરંગા યાત્રામાં લોકોએ દાંડી કિનારે સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું સાથે કાર્યક્રમના સમાપન વખતે દેશભક્તિ ગીતો અને નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ હતું.
આ પ્રસંગે જલાલપોર તાલુકાની તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીલમબેન પટેલ , તાલુકા પંચયાત કારોબારી અધ્યક્ષ હિરેનભાઈ પટેલ , તાલુકા વિકાસ અધિકારીશ્રી ધવલ પટેલ , પી.આઈશ્રી લાડુમોર , તાલુકા પંચયાત સભ્યોશ્રીઓ , દાંડી સરપંચશ્રી ,અધિકારી-કર્મચારીઓ, સભ્યો, સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.
આપણો તિરંગો આપણું ગૌરવ - નવસારી જિલ્લો * જલાલપોર તાલુકાનું દાંડી ગામ રંગાયુ દેશભક્તિના રંગમાં * ‘હર ઘર તિરંગા’ અભિયાન...
Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024
0 Comments