Editors Choice

3/recent/post-list

Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.

  Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ. 🏫 ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ 📚

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મુકવામાં આવ્યો. આ તકે શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે 'ઉલ્લાસ મેળો'.
કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલ વાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબુત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે, શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. સમાજને ઉપર લાવવા અંકજ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવસાયિક કૌશલ્યોના વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખુબ જ જરૂરી છે. એક શિક્ષિત વ્યક્તિ અન્ય અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈને પ્રૌઢ શિક્ષણના આ અભિયાનમાં જોડાઈને એને સફળ બનાવવા ભાગીદારી આપીએ.

🏫 ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ 📚 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત...

Posted by Dr Kuber Dindor on Monday, July 29, 2024

Post a Comment

0 Comments